top of page
  • Writer's pictureGTU

After decision of MHRD to introduce Human Value Education in IIT, GTU plans to start similar course

Ahmedabad: Shri Prakash Javadekar, Hon. Minister, HRD has issued instructions to implement the course on Value Education at all IITs as the impact of introducing g the Value Education course at 3 IITs on pilot basis was very positive. One Day Seminar on “Human Value Education in Higher Education Institutes” was organized by Gujarat Technological University (GTU) on Sunday, 23nd April, 2017 at Chandkheda Campus. GTU is planning to start a course on Human Value Education in phased manner, Prof. (Dr) Navin Sheth, Vice Chancellor of GTU has announced in the seminar. Rajeev Sangal, Director of Indian Institute of Technology (Banaras Hindu University), Varanasi shared his experience to start Humanistic practices at the institution. He claimed that due to this course, we became successful in reducing less ragging to zero ragging, to increase Youth/cultural festivals, harmony at Yuktahar mess, Seriousness towards studies, Human values for house-keeping staff, increased Research in human values, Running department/centre based on relationship, Better relationships among faculty. Dr. S. S. Ahluwalia, Director UHV & Ethics, IK Gujral Punjab Technical University, Kapurthala also shared his experience of implementing Human Values course. He said that we have included 50,000 students in 400 colleges every year in this course. Thus 3,00,000 Students studied the foundation course in last 6 years. Benefits we got are: • There is a sense of prosperity – by identifying the definite need for physical facility & producing/having more than the need • More attention toward relationship – with family, colleagues, students… – Relationship is about definite feeling, and it is more important than physical facility • Better attitude of students, particularly towards academics and its impact on employability • Students have become more serious towards their studies • More are looking for deeper knowledge, not just exams • More are going for higher studies • For some students who were doing very badly, they have improved dramatically • Increased self-discipline & sense of responsibility, reduced need for enforcement • Significant commitment of teachers toward humane education • More clarity and sense of gratitude for efforts by teachers, elders, culture, religion • 100% pass out students are gainfully employed – in teaching, research and consulting • Students have developed harmonious relationship with each other and with their teachers. The senior students actively participate in grooming new students. There have been no inter-personal issues in last 2 years. • Students are self-disciplined, with a spirit of collaboration and team work. They have been able to participate in making the campus and hostel a holistic self-managed system • The students have participated in growing vegetables (2.25 quintals in 6 months from 1/8th of an acre), cleaning the campus, cooking their own food etc. reinforcing dignity of labour and preparing mind set for production Universal Human Value Education courses have been introduced at IIIT Hyderabad, IIT Delhi, Punjab Technical University-Jalandhar, IIT Kanpur, NIT Raipur, Somaiya Vidhyavihar-Mumbai and Royal University of Bhutan and Atmiya Institute, Rajkot etc. Recently UP Technical University has also introduced it as a compulsory audit course for all its professional institutions. It has a very positive impact both on the students and faculty. The course designed is Universal, Rational, Natural and Verifiable, all – encompassing and leading to harmony. Ms Anju Sharma, Principal Secretary, Education of Gujarat and Shri Nand Kumar, Principal Secretary, Education of Maharashtra expressed their opinion about why Human Values are must for Higher Education. Shri Somdev Tyagi, a scholar on value education gave outline for necessity of the course. The content of Value Education can be to understand myself, my aspirations, my happiness, understand the goal of human life comprehensively; understand the other entities in nature, the innate inter-connectedness, the co-existence in the nature/existence and finally the role of human being in this nature/existence entirely. Hence, it has to encompass understanding of harmony at various levels namely individual, family, society, nature and existence and finally, learning to live in accordance with this understanding by being vigilant to one’s thought, behavior and work. The peace in the whole world would be restored and the human beings will be continuously happy if and only if the harmony at all the four levels i.e. harmony in self, family, society and nature is established. Today the technical colleges focus more on teaching skills while the values and skills have to go hand-in-hand. There is essential complimentarily between values and skills for the success of any human endeavor. It should also facilitate the development of appropriate technology and its right utilization for human welfare. Dr. Shailesh Zala, Vice Chancellor, Maharaja Krishnakumarsinhji Bhavnagar University, Bhavnagar was also present in the event. Dr. Paulkumari Bhati was co-ordinator of the event.

આઈઆઈટીમાં માનવીય મૂલ્યોના જતન વિશે કોર્સ શરૂ કરવાના કેન્દ્રીય શિક્ષણ

મંત્રાલયના નિર્ણય બાદ હવે જીટીયુમાં પણ તેનો કોર્સ શરૂ કરવા વિચારણા

અમદાવાદઃ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં માનવીય મૂલ્યો વિશે એક દિવસનો પરિસંવાદ 23મી એપ્રિલે જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં જનજાગૃતિ લાવવા પરિસંવાદ યોજવામાં આવેલા પરિસંવાદમાં જીટીયુ સંલગ્ન કૉલેજોના 195થી વધુ ટ્રસ્ટીઓ, સંચાલકો તથા પ્રિન્સીપાલો અને સિનીયર પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ઉચ્ચ શિક્ષણમાં માનવીય મૂલ્યોના જતન વિશેનો ખાસ કોર્સ તબક્કાવાર ધોરણે શરૂ કરવાની વિચારણા હાથ ધરાશે. આવો કોર્સ શરૂ કરનાર જીટીયુ રાજ્યની સૌપ્રથમ યુનિવર્સિટી બનશે. જીટીયુને મળેલા પ્રોત્સાહક પ્રતિસાદને પગલે હવે બીજા તબક્કામાં ઝોનલ સેન્ટરોમાં ફેકલ્ટી મેમ્બરો માટે આવા વધુ કાર્યક્રમો યોજવામાં આવશે. તેઓને વિશેષ તાલીમ આપ્યા બાદ માનવીય મૂલ્યોને લગતો કોર્સ શરૂ કરવામાં આવશે. વિશ્વમાં શાંતિ જળવાય અને માનવજીવન સુખમય બને એવા હેતુ સાથે આ કોર્સ શરૂ કરવામાં આવશે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કોર્સ શરૂ કરવાનો મૂળ હેતુ ભાવિ એન્જીનિયરો, ફાર્માસીસ્ટ, મેનેજરો કે આર્કિટેક્ટો ઘરપરિવાર, સમાજ અને દેશવાસીઓની સંવેદના સમજતા થાય અને વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવાનો છે. વિદ્યાર્થીઓ પોતાનાથી જ શરૂઆત કરીને પરિવાર, સમાજ અને કુદરત સાથે તાલમેલ કેવી રીતે વધારી શકે તેના પર ભાર મૂકવામાં આવશે.

પૂર્વભૂમિકા

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે તમામ આઈઆઈટીમાં માનવીય મૂલ્યો આધારિત શિક્ષણનો કોર્સ શરૂ કરવાની સૂચના આપી છે, ત્યારે ત્રણ આઈઆઈટીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલા આ કોર્સને હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. સાર્વત્રિક માનવીય મૂલ્યો વિશેનો કોર્સ શરૂ કરનાર સંસ્થાઓમાં આઈઆઈઆઈટી હૈદ્રાબાદ, આઈઆઈટી દિલ્હી, પંજાબ ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જલંધર, આઈઆઈટી કાનપુર, એનઆઈટી રાયપુર, સોમૈયા વિદ્યાવિહાર-મુંબઈ અને રોયલ યુનિવર્સિટી ઑફ ભુતાનનો સમાવેશ થાય છે, એમ કાર્યક્રમના કો-ઓર્ડિનેટર અને જીટીયુના નાયબ નિયામક ડૉ. પારૂલ ભાટીએ જણાવ્યું હતું. જીટીયુ સંલગ્ન રાજકોટની આત્મીય ઈન્સ્ટીટ્યુટ્સમાં આવો કોર્સ હાલમાં કાર્યરત છે. કાર્યક્રમના પ્રારંભે આત્મીય ઈન્સ્ટીટ્યુટ, રાજકોટના ડૉ. જે.એચ. શાહે કાર્યક્રમની પૂર્વભૂમિકા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી સંસ્થામાં અમે છેલ્લા ચાર વર્ષથી માનવીય મૂલ્યોના જતનનું શિક્ષણ આપીએ છીએ.

આઈઆઈટી અને પંજાબના અનુભવો

પંજાબ ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જલંધરના યુએચવી અને નૈતિક મૂલ્યોના વિભાગના નિયામક ડૉ. એસ.એસ. અહલુવાલિયા અને આઈઆઈટી-વારાણસીના નિયામક ડૉ. રાજીવ સંગલે પોતપોતાની સંસ્થામાં ચાલતા માનવીય મૂલ્યોના કાર્યક્રમની ઝીણવટભરી જાણકારી આપી હતી. ડૉ. સંગલે કહ્યું હતું કે આપણે ફક્ત એન્જીનિયરો જ તૈયાર કરવાના નથી બલકે પૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા એન્જીનિયરોનું ઘડતર કરવાનું છે. તેના માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની આવશ્યકતા છે. શિક્ષણ સંસ્થાઓ સમાજનો અરીસો જ નહિ બલકે વિચારોનું પ્રેરણાસ્થાન પણ બનવી જોઈએ. શિક્ષણ જીવનવિદ્યા બને તો જ જોય ઑફ લર્નિંગ આવે. વિદ્યાર્થીઓનો પહેલો પ્રયોગ પોતાના પરિવારથી જ થવો જોઈએ. ડૉ. અહલુવાલિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની યુનિવર્સિટીઓએ પણ અમારા માનવીય મૂલ્યોના કોર્સમાં રસ દર્શાવ્યો હતો. આ કોર્સ કરવાથી અમારા વિદ્યાર્થીઓમાં સ્વયંશિસ્ત વધી છે, જવાબદારીની ભાવના વધી છે, આક્રમકતામાં ઘટાડો થયો છે અને 100 ટકા સફળતા પરીક્ષાના પરિણામોમાં જોવા મળે છે. બધા વિદ્યાર્થીઓ હળીમળીને રહે છે અને એકબીજાને મદદ કરે છે.

સ્માર્ટ જનરેશન

ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ પરિસંવાદમાં એવો મત વ્યક્ત કર્યો હતો કે માનવીય મૂલ્યો જીવનનો માપદંડ એટલે કે સ્ટાન્ડર્ડ હોય છે. હવેની દરેક પેઢીઓ અગાઉની પેઢીઓની સરખામણીએ વધારે સ્માર્ટ હોય છે. આમછતાં આજકાલની યુવાપેઢી હતાશા કે નિરાશામાં આવી જઈને નશીલા દ્રવ્યો કે મદ્યપાન જેવા અવળા રસ્તે ચડી જાય છે. અભિમાન પોતાના રક્ષણ કે અસ્તિત્વ ટકાવવા માટે હોય છે. તેની સ્થિતિ પડછાયા જેવી હોય છે. તે ખૂબ મોટો ન થઈ જાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય છે. કુદરતે તમારૂં ઘડતર કરીને મોકલ્યા છે. આપણે ઈશ્વર-કુદરતના સંતાન છીએ. આપણા જીવનનો કોઈને કોઈ હેતુ રહેલો છે. હંમેશા એવું માનો કે હું સદા ખુશ છું. જીવનમાં સફળતા મળે એટલે ઑલ ઈઝ વેલની ભાવના જન્મે.

ઘરને વિદ્યાલય અને વિદ્યાલયને ઘર બનાવો

મૂલ્ય આધારિત શિક્ષણના નિષ્ણાત સોમદેવ ત્યાગીએ રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજકાલ સુવિધાઓ અને સાધનસામગ્રી વધ્યા છે, પણ આધુનિકતાના આગમન સાથે માનસિકતાનું અધઃપતન થયું છે. લગ્નના એક વર્ષમાં સાસરેથી દિકરી પિયર પાછી આવી ગઈ હોય એવા બનાવોનું પ્રમાણ વધ્યું છે. કોર્ટમાં ચાલતા કેસોમાંથી લગભગ 63 ટકા કેસો પારિવારિક હોય છે. ઘરકંકાસથી સાધુ બની જનારા લોકોમાં વધારો થયો છે. અગાઉના જમાનાની સરખામણીએ મોબાઈલ, કપડા, મશીનો એ બધું ભલે બહેતર બન્યું હોય પણ નૈતિક વ્યવહારનું સ્તર ઘટ્યું છે. દરેક બાળક જન્મથી જીજ્ઞાસુ, ન્યાયઈચ્છુક, યોગ્ય વ્યવહાર કરનાર અને સત્યવક્તા હોય છે. મોટા થઈને તેઓ આનાથી રિવર્સ બની જાય છે. માતા-પિતા-શિક્ષકમાં બાળક જે જુએ એવું જ તે કરે છે. ઘરપરિવાર અને શાળા-કૉલેજથી જ બાળકનું ઘડતર થાય છે. ઘરને વિદ્યાલય અને વિદ્યાલયને ઘર બનાવવામાં આવે તો બાળકોની બધી જ સમસ્યાઓ હલ થઈ જાય.

શા માટે જીવવું અને કેવી રીતે જીવવું ?

ત્યાગીએ વધુમાં કહ્યું હતું કે જે પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત હોય એવી વ્યક્તિ જ મોટા નિર્ણયો સારી રીતે લઈ શકે છે. ભય, અભાવ, અનિશ્ચિતતા અને દુઃખ સાથે જીવવું એ કંઈ યોગ્ય જીવન ન ગણાય. પરસ્પર ફરિયાદરહિત સંબંધો થકી જ સંબંધોમાં વિશ્વાસ જોવા મળે છે. પારિવારિક દુઃખો સંબંધોની ખામીથી ઉદભવે છે. આપણે બધા જિંદગીની તલાશમાં છીએ, પણ હકીકતમાં તેનું એડ્રેસ જ આપણને ખબર નથી. આજકાલના યુવાનો ઉચ્ચ શિક્ષણ પછી નાની ઉંમરે જ ઉંચા વેતનની નોકરી મળી જાય અને લગ્ન થઈ જાય એટલે સંતાનો પણ થઈ જાય તેઓમાં પરિપક્વતા હોતી નથી. ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા બધે જ જોવા મળે છે. વર્તમાન સ્થિતિ શું છે અને જીવવનું લક્ષ્ય શું છે તેનો વિચાર આપણે કરવો પડશે. શા માટે જીવવું છે અને કેવી રીતે જીવવું છે તેની સમજ વિદ્યાર્થીઓને આપી શકે તે જ સાચો શિક્ષક.

જોજો, ખુશ રહેવામાં બ્રેક-અપ ન થાય

મહારાષ્ટ્રના શિક્ષણ ખાતાના અગ્રસચિવ શ્રી નંદકુમારે જણાવ્યું હતું કે સમાનતા એક એવું મૂલ્ય છે કે જેનો ઉલ્લેખ બંધારણમાં પણ થયેલો છે. સમાનતાના મૂલ્યને સમજી લઈએ તો બધું બરાબર થઈ જાય. ધર્મને મનુષ્ય કદી છોડી શકતો નથી. સંસારમાં સૌહાર્દપૂર્ણ જીવન આવશ્યક છે. ખુશ રહેવામાં ક્યારેય બ્રેક-અપ ન થવો જોઈએ. જ્યારે ભૌતિક સુખસાધનોની વાત આવે ત્યારે જ ઝઘડા શરૂ થઈ જાય છે. આનંદદાયી શિક્ષણમાં તો એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે શિક્ષકે નાચી-ગાઈને શિક્ષણ આપવું જોઈએ. તેમણે આ પ્રસંગે કવિતાનું પઠન પણ કર્યું હતું.

આત્મગૌરવ અને પરોપકાર

ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે માનવીય મૂલ્યોનો શબ્દ શિક્ષણમાં જોવા મળતો નથી. અન્ય પ્રત્યે સંવેદનશીલતા જોવા મળતી નથી. આપણે જ્યારે આત્મગૌરવ અને પરોપકારનો વિચાર કરતા થઈએ ત્યારે માનવીય મૂલ્યોનું જતન થયું ગણાશે. આપણે આપણી ક્ષમતાઓ વિકસાવવાની રેસમાં છીએ. જીવનધોરણ, ટેવ અને એ બધું મળીને માનવીય મૂલ્યો બને છે. આ કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. શૈલેષ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.


Comments


bottom of page