top of page
Writer's pictureGTU

CodeGEEK 2k18

જીટીયુ સંલગ્ન L J Institute of Engineering & Technology ખાતે તાજેતર માં CodeGEEK2K18 ઇવેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અમારા સંસ્થાના નવી પ્રતિભા એટલે કે પ્રથમ વર્ષ ૨૦૧૭ માં દાખલ થયેલ વિધાર્થીઓ માટે ખાસ કરીને આઇ ટી ક્ષેત્ર નાં વિકાસની વાસ્તવિક દુનિયા માટે સુશોભિત કરવા માટે યોજવામાં આવેલ. જેમાં અમારી સંસ્થા માં જ અભ્યાસ કરતા બીજા વર્ષ નાં વિદ્યાર્થીઓ માં Tomar Samagrasingh અને તેમની ટીમ દ્વારા સ્વેચ્છાએ આઇ ટી ક્ષેત્ર માં આવતી સમસ્યાની સમજણ અને તે માટે તકનીકી ઉકેલ તેમજ વિકાસ માટે એક લોજિકલ પાથ ની અંદર C પ્રોગ્રામિંગ સાથે real life applications નું development GUI ની મદદ થી કેવી રીતે થાય તે માટે તારીખ ૧૧ થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૮ નાં આયોજિત કરવામાં આવેલ હતી. આ 3 દિવસની વર્કશોપ સાથેના અમારા હેતુથી વિદ્યાર્થીઓને વિચારવાની રીત શીખવવાનું છે કે જે ટેકનોલોજી અને તર્કશાસ્ત્રને મર્જ કરવા માટે શું જરૂરી છે. જે ફક્ત કોઈ પણ ભાષાના વિશાળ ક્ષેત્ર માં ઊંડાણ પૂર્વક જ્ઞાન મેળવવા ઉપરાંત તેના ઊંડાણ માં રહેલ વિવિધ applications તેમજ તેને લગતા પ્રોજેક્ટ માં ઉપયોગી માહિતી સાંકળવા માટે નો હોય અને વર્કશોપનો હેતુ તમને થોડું પુનર્નિર્દેશન આપીને અત્યાર થી જ વિધાર્થીઓ ટેકનોલોજી નો ઉપયોગ કરી વિસ્તૃત જ્ઞાન મેળવી અને સમાજ ને ઉપયોગી ક્ષેત્ર માં કાર્ય કરી શકે.

આ ઇવેન્ટ નાં અતે વિધાર્થીઓને  પ્રેરણા રૂપી બળ મળી રહે તેમાટે અમારા વર્કશોપ માં જ બનાવેલ મોમેન્ટો ઉપરાંત ગીફ્ટ વાઉચર આપીને best data analyst, most complex logic અને most modulated code સન્માનવામાં આવેલ

હતા અને અંતે ઇવેન્ટ માં ભાગ લેનાર દરેક વિધાર્થીઓને તેમજ coordinator ટીમ ને સર્ટીફીકેટ અને ગીફ્ટ વાઉચર આપી ને સન્માનિત કરવામાં આવેલ હતા.

Comments


bottom of page