top of page
  • Writer's pictureGTU

Expert warns about excessive water usage (footprint) in India


Ahmedabad: “Everything we use, wear, buy, sell and eat takes water to make is measured in water footprint. The water footprint measures the amount of water used to produce each of the goods and services we use. India is way ahead of all countries in terms of usage of surface and ground water. Virtual water export is the major cause of concern. Around 5000 liter water require to produce One Kg Beef.” This was stated by Shri Jayant Sahasrabuddhe, National Organising Secretary of Vijnana Bharati in a seminar related to innovation, environment and science organized by Gujarat Technological University (GTU), Ahmedabad.

The water footprint is a measure of humanity’s appropriation of fresh water in volumes of water consumed and/or polluted. The United Nations warns that water use is growing at twice the rate of population growth. Unless this trend is reversed, two-thirds of the global population will face water stress by 2025. In Bathinda of Punjab, due to soft drink plants, water level of bore-wells went down. Because of this cancer patients increased in the area. Similarly we should think about carbon footprint from food movement, which is called foodmine. USA having foodmine of 1200 km, while India has 350 km foodmine. The idea is food should be from the region and for the region. Need of the hour is to identify such problems and solve them, Shri Sahastrabuddhe said.

He said that India was the country having the highest GDP and export since ancient age. Science and Technology are being used in India since last so many years. Vijnana Bharati is a movement for swadeshi sciences and movement with swadeshi spirit. It works for the total development of bharat through the application of the science and technology in all possible areas. Vijnana Bharati was launched officially at Nagpur as a professional cum popular movement in the field of science and technology. From this humble beginning, the movement spread its wings across the nation. Vijnana Bharati conducts its activities through 27 independent units functioning in various parts of country. We are planning in the innovation of Ayur-genomics, which is related to personalized medicines.

The seminar was organized under the guidance of Prof. (Dr) Navin Sheth, Vice Chancellor of GTU. Bipin J. Bhatt, Registrar of GTU welcomed the guest and told that innovation in the field of science and technology is worth if the innovation is helpful to solve the social problem. Shri Hiranmay Mahanta, honorary director of GTU Innovation Council and Dr. Jayesh Deshkar, Principal, SVIT-Vasad as well as start-up coordinators from GTU affiliated colleges participated in the event.

પાણીનો વધારે પડતો ઉપયોગ (વૉટર ફુટપ્રિન્ટ) ભવિષ્ય માટે ચિંતાજનક હોવાનો નિષ્ણાતનો મત

અમદાવાદઃ આપણે જે કંઈ ચીજવસ્તુઓ ઉપયોગમાં લઈએ, પહેરીએ, ખરીદ-વેચાણ કરીએ કે ખાઈએ તેમાં પાણીનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો હશે તેનો કદી તમે વિચાર કર્યો છે ખરો ? પાણીના વપરાશને વૉટર ફુટપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જમીનની સપાટી પર અને ભુતળના જળનો વપરાશ કરવામાં ભારત ઘણું આગળ છે, જે ચિંતાજનક બાબત છે. એક કિલો ગોમાંસના ઉત્પાદનમાં આશરે પાંચ હજાર લિટર પાણી વપરાય છે. આવું ને આવું ચાલતું રહેશે તો ભારત પાણીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો હોય એવી ચીજવસ્તુઓની સૌથી વધુ નિકાસ કરતો દેશ બની જશે. આ બાબત દેશના પર્યાવરણને હાનિકારક છે, એમ વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી જયંત સહસ્ત્રબુદ્ધેએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના એક પરિસંવાદમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માનવજાત જેટલા પ્રમાણમાં પાણીનો વપરાશ કરે કે પ્રદુષિત કરે તેને વૉટર ફુટપ્રિન્ટ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે એવી ચેતવણી આપી છે કે ધરતી પર પાણીનો વપરાશ બમણા પ્રમાણમાં વધ્યો છે. આ પરિસ્થિતિમાં સુધારો નહિ થાય તો વર્ષ 2025માં પાણીની મોટાપાયે તંગી સર્જાશે. પંજાબના ભટીંડામાં ઠંડા પીણાંની બહુરાષ્ટ્રીય કંપનીની ફેક્ટરી આવી ત્યારથી બોરવેલના પાણી ઊંડા ગયા છે એટલું જ નહિ તે પંથકના પરિવારોમાં કેન્સરનું પ્રમાણ પણ વધ્યું છે. પાણી જેવી જ બીજી ચિંતા ખાદ્યસામગ્રીના વહનથી ઉત્પન્ન થતા કાર્બનની છે. ગુજરાતમાં આપણે સિમલાના સફરજન ખાઈએ છીએ, પણ તેના વહનથી વાતાવરણમાં કેટલા પ્રમાણમાં કાર્બનનો ઉમેરો થયો તેનો વિચાર કોઈ કરતા નથી. ખાદ્યસામગ્રીના વહનમાંથી ઉત્પન્ન થતાં કાર્બનને ફુડમાઈન કહેવામાં આવે છે. અમેરિકામાં ફુડમાઈનનું પ્રમાણ 1200 કિલોમીટર છે,

જ્યારે ભારતમાં તેનું પ્રમાણ 350 કિલોમીટર છે. સમાજની આવી સમસ્યાઓની જાણકારી મેળવીને તેને હલ કરવાના પ્રયાસો કરવા એ સમયનો તકાજો છે.

પ્રાચીનકાળમાં ભારત સર્વાધિક વિકાસદર અને નિકાસદર ધરાવતો દેશ હતો.વિજ્ઞાન અને ટેકનોલોજી તો પ્રાચીનકાળથી ભારતમાં ઉપયોગમાં લેવાતા રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સ્વદેશી વિજ્ઞાન અભિયાન તરીકે વિજ્ઞાન ભારતી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં દેશના ટોચના મોટાભાગના વૈજ્ઞાનિકો સંકળાયેલા છે. વિજ્ઞાન ભારતીના દેશભરમાં 27 એકમો કાર્યરત છે. આ સંસ્થા વર્તમાન ટ્રેન્ડ મુજબ વ્યક્તિગત દવાનો કન્સેપ્ટ ધરાવતી આયુર-જીનોમિકની દિશામાં કામગીરી બજાવી રહી છે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ આ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે જીટીયુના રજીસ્ટ્રાર બિપીન જે. ભટ્ટે સૌનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે એવા સંશોધનો આવશ્યક છે કે જે સામજની સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બની રહે. જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના માનદ નિયામક હિરણ્મય મહંતા અને એસવીઆઈટી વાસદના પ્રિન્સીપાલ ડૉ. જયેશ દેશકર તેમજ જીટીયુ સંલગ્ન કૉલેજોના સ્ટાર્ટ અપ કો-ઓર્ડીનેટરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Comments


bottom of page