top of page
Writer's pictureGTU

GTU and Vijnanbharati to celebrate National Technology Day on 11th May

Ahmedabad: Gujarat Technological University (GTU)  and  Vijnanabharati  are  celebrating  National  Technology  day  at  GTU  Chandkheda Campus, Ahmedabad on  11th May 2017. During this event we will also  appreciate some of the  efforts  by  various  colleges  in  supporting  student  Innovation  and  similar  efforts.  During this  event,  principals,  Innovation  Club  coordinators,  innovators,  start-ups  and  other stakeholders of GTU will also remain present, Prof. (Dr) Navin Sheth, Vice-Chancellor of GTU said.

During  this  program  Padmabhushan  Dr.  V.K.Saraswat,  Member  NITI  Aayog  and  former Director General of DRDO will be joining as the chief guest and deliver a keynote address to inspire  all  GTU  community.    Shri  Shreekant  Katdare,  Author,  Vijay  Sanket  a  book  on successful  Atomic  experiment  at  Pokhran,  will  also  deliver  a  keynote  address  during  this occasion.

GTU  Affiliated  colleges  who  have  successfully  attempted  student  innovation/project exhibition  involving  different  stakeholders  to  promote  culture  of  innovation  in  respective campus and around will be appreciated during this occasion by the Chief Guest of the event. On  behalf  of  the  respective  college,  the  principal/  Innovation  club  coordinator/Project- innovation exhibition program coordinator may receive the appreciation during this occasion.

During  this  program  GTU  Innovation  Council  will  also  update  about  its  latest  efforts  to support  student  innovation  and  start-ups  and  developing  a  sustainable  ecosystem  to  enable them. Discussion and consultation will also be made involving all participants so that we can co-create  a  better  roadmap  with  tangible impact  in  days  to  come  through  creativity, innovation & entrepreneurship for GTU’s contribution towards  achieving optimum results in national  programs  like  ’Make  in  India’,  ‘Start-up  India’,  ‘Digital  India’  and  others  by harnessing youth potential.

જીટીયુ અને વિજ્ઞાનભારતીના સંયુક્ત ઉપક્રમે 11મી મેએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાશે

ડીઆરડીઓના ભૂતપૂર્વ વડા અને પોખરણ અણુ પરીક્ષણ વિશેના પુસ્તકના લેખક ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને વિજ્ઞાનભારતીના સંયુક્ત ઉપક્રમે આગામી 11મી મેએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં કરવામાં આવશે. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના ભૂતપૂર્વ મહાનિયામક અને નીતિ આયોગના સભ્ય પદ્મભુષણ ડૉ. વી.કે. સારસ્વત ઉપસ્થિત રહેશે. પોખરણ અણુ પરીક્ષણ વિશેનું પુસ્તક – વિજય સંકેત – ના લેખક શ્રી શ્રીકાન્ત કટદરે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તવ્ય આપશે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

આ પ્રસંગે જીટીયુ સંલગ્ન કૉલેજોના પ્રિન્સીપાલો, ઈનોવેશન ક્લબોના કો-ઓર્ડિનેટરો, ઈનોવેટીવ પ્રોજેક્ટો બનાવનાર વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ શરૂ કરનાર વિદ્યાર્થીઓ અને અન્યો ઉપસ્થિત રહેશે. સમારોહમાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના નવા કાર્યક્રમો અને ઈનોવેશન પોલિસી તેમજ સ્ટાર્ટ અપ નીતિ તથા જીટીયુના ટેકનોલોજી વિષયક અન્ય કાર્યક્રમોની રૂપરેખા દર્શાવતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે જ્યારે ભારતમાં કોઈએ સ્ટાર્ટ અપનો વિચાર પણ કર્યો ન હતો, તે વખતથી વર્ષ 2010થી જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ સ્ટાર્ટ અપ તાલીમ કાર્યક્રમો ચલાવે છે.

જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ તરફથી કૉલેજોને વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટોને યોગ્ય મંચ મળે એવી વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને એન્જીનિયરીંગની ડિગ્રી-ડિપ્લોમા સહિતની 100થી વધુ કૉલેજોએ ઈનોવેશન ફેર અને ઓપન હાઉસ યોજ્યા હતા. જેમાં અંદાજે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના 1500 ઈનોવેટીવ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા. તેની સમીક્ષા ઉદ્યોગજગત અને શિક્ષણજગતના નિષ્ણાતોએ કરી હતી. આ કાર્યક્રમો ઉત્સાહપૂર્વક હાથ ધરનાર કૉલેજોનું રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવશે.

コメント


bottom of page