top of page
  • Writer's pictureGTU

Seminar on ‘Dr B R Ambedkar’s philosophy on education’ at GTU

Ahmedabad: As a part of nationwide celebrations announced by Government of India on the occasion Dr. B.R. Ambedkar’s 126th birth anniversary, Gujarat technological University (GTU) will organize a seminar on ‘Dr. B. R. Ambedkar’s Philosophy on Education’ on 13th April, 2017 between 04:00 PM to 06:00 PM at Chandkheda campus.

The seminar is scheduled to get insights over various facets of Dr. B. R. Ambedkar and his philosophy on education which plays crucial role in social transformation. Mr. Kishor Makwana; Editor – ‘Namaskar’ Magazine will present key note spech of the seminar. Mr. Makwana has written more than 20 books on various subjects. He travelled to Lahore alongwith then Prime Minister of India Mr. Atal Bihari Vajpayee. Mr. Makwana was awarded with Panchjanya Nachiketa prize and Pratapnarayan Mishra youth award. He will present the detail about how philosophy of Dr Ambedkar became helpful in bringing social transformation.

શિક્ષણ વિશે ડૉ. બાબાસાહેબ આંબેડકરનીવિચારધારા વિશે ગુરૂવારે જીટીયુમાં સેમિનાર

અમદાવાદઃ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર જીવન એક સંદેશ છે, તેના વિશે ચિંતન કરવાથી આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત મળે છે. આવા બાબાસાહેબના વિચારો આજે પણ મૂલ્યવાન છે. આગામી 14મી એપ્રિલે ડૉ. આંબેડકરની 126મી જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી 13મી એપ્રિલે સાંજે 4 થી 6 ચાંદખેડા કેમ્પસ, અમદાવાદ ખાતે સેમિનારનું યોજવામાં આવશે. તેમાં ‘સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકર’ પુસ્તકના લેખક, કર્મઠ અને સતર્ક પત્રકાર તથા સાચા અર્થમાં એક્ટિવીસ્ટ કિશોર મકવાણા શિક્ષણ વિશે ડૉ. આંબેડકરની વિચારધારા પર પ્રકાશ પાડશે.

સેમિનારના મુખ્ય વક્તા સમાજજીવનના ઊંડા અભ્યાસી એવા કિશોર મકવાણાએ ૨૦ થી વધુ પુસ્તકો લખ્યા છે. કિશોરભાઈએ વર્ષ 1999માં તત્કાલીન વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાથે લાહોરયાત્રા કરી હતી. તેમને પાંચજન્ય નચિકેતા સન્માન અને પ્રતાપનારાયણ મિશ્ર યુવા સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિદ્વાન વક્તા કિશોર મકવાણા શિક્ષણ વિશે ડૉ. આંબેડકરની વિચારધારા સામાજિક પરિવર્તનો લાવવામાં કેવી રીતે કારણભૂત બની તેના વિશે રસપ્રદ જાણકારી આપશે.

Comments


bottom of page