top of page
  • Writer's pictureGTU

ઑસ્ટ્રેલિયા, ઓમાન અને પોલેન્ડની ટોચની યુનિવર્સિટીઓ રિસર્ચ અને શૈક્ષણિક સહયોગ માટે જીટીયુ સાથે હાથ મિ

અમદાવાદઃ ઑસ્ટ્રેલિયા, ઓમાન અને પોલેન્ડમાં ટોચનું સ્થાન ધરાવતી સંસ્થાઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે રિસર્ચ અને શૈક્ષણિક સહયોગ માટે હાથ મિલાવશે. આ સંસ્થાઓમાં યુનિવર્સિટી ઑફ વોલનગોંગ, એજીએચ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા યુનિવર્સિટી ઑફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર પરિષદમાં પણ ઑસ્ટ્રેલિયા અને પોલેન્ડ સત્તાવાર પાર્ટનર છે.

ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ ક્યુએસ રેંકીંગ 2015-16માં વિશ્વની ટોચની બે ટકા યુનિવર્સિટીઓમાં સ્થાન હાંસલ કરેલું છે. તે યુનિવર્સિટી વિવિધ પ્રકારના રિસર્ચ અને ડેવલપમેન્ટ કામગીરીની દૃષ્ટિએ ઑસ્ટ્રેલિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેની સામે જીટીયુ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે, જે ઈનોવેશન અને રિસર્ચમાં મજબૂત માળખાકીય સુવિધાઓ ધરાવે છે. આ જ કારણસર બંને દેશોની યુનિવર્સિટીઓએ હાથ મિલાવવાનો નિર્ધાર કર્યો છે. તેના માટેના ઈરાદાપત્રોનું આદાનપ્રદાન જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠ, ડિરેક્ટર ડૉ. રાજુલ ગજ્જર અને ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી જે.સી. લિલાણીએ ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીના પ્રતિનિધિ સાથે કર્યું તે વખતે ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, પ્રાથમિક શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવે, ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્મા, પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવ સુનયના તોમર, સર્વશિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ સિંઘ તથા ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી શૈલેષ રાવલ ઉપરાંત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા. ઓમાનની સુલતાન કબુસ યુનિવર્સિટીના ડેપ્યુટી વાઈસ ચાન્સેલર ડૉ. રહમા અલ-મહરૂકીએ જીટીયુની મુલાકાત લીધી હતી અને બંને યુનિવર્સિટીઓ વચ્ચે વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના આદાનપ્રદાન સહિતના રિસર્ચ અને શૈક્ષણિક સહયોગ માટે હાથ મિલાવવા તૈયારી દર્શાવી હતી.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું કે ત્રણ દેશોની યુનિવર્સિટીઓ તથા જીટીયુ વચ્ચે વિદ્યાર્થીઓનું આદાનપ્રદાન થશે. તે સિવાય ઉદ્યોગ આધારિત ઈન્ટર્નશીપની સુવિધા પણ બેઉ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. જીટીયુ તરફથી ટૂંકસમયમાં અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થાપવા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે, ત્યારે બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને રિસર્ચ અને શૈક્ષણિક શિષ્યવૃત્તિનો લાભ મળશે. બંને સંસ્થાઓ સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટો હાથ ધરશે. તે ઉપરાંત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને રિસર્ચ નિષ્ણાતો સંયુક્ત પ્રકાશનો પ્રસિદ્ધ કરશે. જીટીયુના પીએચડી કોર્સમાં ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીના પ્રોફેસરો સંયુક્ત સુપરવાઈઝર તરીકે કામગીરી બજાવી શકશે. ખાસ કરીને ઑસ્ટેલિયાની યુનિવર્સિટી જીટીયુને ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન, મેકેટ્રોનિક્સ અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રોમાં અદ્યતન રિસર્ચ લેબ બનાવવામાં સહયોગ આપશે. ઓમાનની યુનિવર્સિટીએ સંયુક્તપણે પરિષદો અને વર્કશોપ યોજવા ઉત્સુકતા દર્શાવી છે.


australia

Comments


bottom of page