top of page

જીટીયુની મેકર પાર્ટીમાં 4500થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી

  • Writer: GTU
    GTU
  • Oct 26, 2016
  • 1 min read

અમદાવાદઃ ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાયેલી મેકર પાર્ટીમાં અંદાજે 4500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની ઓપન સોર્સ ટેક્નોલોજીસ ક્લબ અને કોમ્યુનિટી ઈનોવેશન એન્ડ કો-ક્રિયેશન સેન્ટર (સીઆઈસી3) તેમજ મોઝીલાના સંયુક્ત ઉપક્રમે જીટીયુ અને વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના કેમ્પસમાં મેકર પાર્ટી યોજવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને કંઈક અવનવું શિખવા અને અનોખું સર્જન કરવાની પ્રેરણા આપવા મોઝીલા તરફથી દર વર્ષે મેકર પાર્ટી યોજવામાં આવે છે. આ વખતે જીટીયુમાં યોજાયેલી મેકર પાર્ટીમાં ઈન્ટરનેટનો બહેતર ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના વિવિધ પાસાંઓની ચર્ચાવિચારણા કરવા ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ અનુભવ પણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લારાવેલ ફ્રેમવર્ક વેબ કોમ્પેક્ટ, મટીરિયલ ડિઝાઈન, મોઝીલા વેબ વીઆર, પાયથોન, પ્રાયવસી અને સિક્યુરિટી, કેમ્પસ ક્લબ, કોલાબોરેટીવ બિઝનેસ મોડેલ, ચેટબોટ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ફ્લાસ્ક, સેલ્સફોર્સ વગેરે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

જીટીયુ તરફથી કૉલેજોમાં ઈનોવેશન ક્લબો સ્થાપવાના કાર્યક્રમના ભાગરૂપે વર્ષ 2013થી ઓપન સોર્સ ટેક્નોલોજીસ ક્લબોની સ્થાપના કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાં આવી 90 ક્લબોની સ્થાપના થઈ ચૂકી છે. આ ક્લબોમાં જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. આર.કે.ગજ્જરના માર્ગદર્શન હેઠળ અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સીઆઈસી3 અન્વયે વિદ્યાર્થીઓમાં ઈનોવેશન, રિસર્ચ અને ઉદ્યોગ સાહસિકતાના ગુણો કેળવવા પર ભાર મૂકવામાં આવે છે. જેથી તેઓના ઈનોવેટીવ પ્રોજેક્ટોનું પ્રોડક્ટમાં કે સ્ટાર્ટ અપમાં રૂપાંતર થઈ શકે.


7-1

Comments


@ techbeat copyright, 2018

  • w-facebook
  • Twitter Clean
  • White Google+ Icon
bottom of page