અમદાવાદઃ તમામ ફાર્મસિસ્ટે દર પાંચ વર્ષે બે દિવસનો રિફ્રેશર કોર્સ કરવો પડશે. તેનો હેતુ ફાર્મસિસ્ટોને નવા નીતિ-નિયમોથી માહિતગાર કરવાનો છે, એમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ડીન અને બોર્ડ ઑફ ગવર્નન્સ મેમ્બર ડૉ. સી.એન.પટેલે જણાવ્યું હતું. તેમણે ફાર્મસી કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ ને લાગુ પડતા નવા સુધારા વધારા નો ઉલ્લેખ કર્યો હતો જેમાં ફાર્માસિસ્ટ દ્વારા કરવામાં આવતા કાઉન્સિલ પર વિશેષ ભાર મુક્યો હતો.
અરીહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખાતે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદ દ્વારા સ્પોન્સર્ડ, રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ માટે બે દિવસીય રીફ્રેશેર કોર્સનું આયોજન તા. ૦૬/૦૮/૨૦૧૬ તેમજ તા.૦૭/૦૮/૨૦૧૬ નાં રોજ કરવામાં આવ્યું હતું. તેમાં પટેલે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ માં ગાંધીનગર, અમદાવાદ, કલોલ, મેહસાણા, હિંમતનગર તેમજ નડિયાદ જીલ્લાના ૨૦૦ રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ એ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં માનદ્ પ્રોફેસરોને લેકચર માટે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ ના ઉદ્ઘાટન સમારોહ માં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના મેમ્બર તેમજ સાર્વજનિક ફાર્મસી કોલેજ, મેહસાણા ના પ્રિન્સીપાલ ડૉ. સી.એન.પટેલને મુખ્ય મેહમાન, તેમજ એમ્ક્યોર ફાર્માસ્યુટીકલ્સના એસોસિએટ ડીરેક્ટર ડૉ. તુષાર મેહતા ને અતિથી વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડૉ. તુષાર પટેલ ના જણાવ્યા પ્રમાણે, લોકો રીટેલ ફાર્માસિસ્ટના સીધા સંપર્કમાં આવતા હોય છે, તો ફાર્માસિસ્ટ નો હેલ્થકેર સિસ્ટમ માં શું રોલ હોય છે, એ સમજાવાની જવાબદારી રીટેલ ફાર્માસિસ્ટની બનતી હોય છે. જો આ જવાબદારી વ્યસ્થિત રીતે નિભાવવામાં આવે તો હેલ્થકેર સિસ્ટમ નો પાયો ખુબજ મજબુત બની શકે છે. સંસ્થા ના ડીરેક્ટર જનરલ ડૉ. રાગીન શાહે ફાર્મસી કાઉન્સિલ માં થયેલ વિશેષ પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. એમણે ઉપસ્થિત ફાર્માસિસ્ટ ને ફાર્માસિસ્ટ કલીનીક વિષે માહિતી આપી, જેમાં ફાર્માસિસ્ટ પોતે કલીનીક ખોલીને પેશન્ટનું કાઉન્સીલીંગ કરી તેના માટે ચાર્જ કરી શકે છે.
કાર્યક્રમ માં લેકચર આપવા માટે અસ્મારા, ઇરીટ્રીએ ના ફાર્માકોલોજી વિષય ના પ્રોફેસર ડૉ. ઇન્દરમિત સિંઘ આનંદ, એલ. એમ. ફાર્મસી કોલજ ના પ્રોફેસર ડૉ. ગૌરાંગ શાહ, ડૉ. અનીતા મેહતા, નીરમાં ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી ના પ્રોફેસર ડૉ. તેજલ મેહતા, એમ્ક્યોર ફાર્માસ્યુટીક્લસ ના સાયન્ટીસ્ટ કેતન સાવજની તેમજ અરીહંત ફાર્મસી કોલજ ના પ્રોફેસર ડૉ. ડી. એમ. પટેલ અને ડૉ. પ્રજ્ઞેશ પટણી નો સમાવેશ થાય છે. પ્રોફેસર ડૉ. ઇન્દરમિત સિંઘ આનંદે પેશન્ટ કાઉન્સેલિંગ વિષય પર લેકચર માં ફાર્માસિસ્ટ દ્વારા કઈ રીતે કાઉન્સેલિંગ કરી શકાય તેની સમાજ આપી હતી, તથા જણાવ્યું હતું કે હમણા સુધી ફાર્માસિસ્ટ દ્વારા પેશન્ટનું કોઈપણ પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવતું ન હતું, પરંતુ હવે મોટાભાગ ના ફાર્માસિસ્ટ આ પ્રકાર નું કાઉન્સેલિંગ કરે છે. પ્રોફેસર ડૉ. ગૌરાંગ શાહ ના લેકચર માં ફાર્મસી પ્રેક્ટીસ રેગ્યુલેશન ના થયેલ ૨૦૧૫ માં સુધારા વધારા ની સમજણ આપવામાં આવેલ હતી, જે પ્રમાણે ફાર્મસી ને લગતા, દવાઓ ને લગતા વિવિધ ગુના તથા તેને લગતી સજા નો ઉલ્લેખ કરવામાં આવેલ હતો. ડૉ. અનીતા મેહતા નો લેકચર દવાઓની આડઅસર પર આધારિત હતો, તથા વિવિધ દવાઓ ની અન્ય દવાઓ, અમુક પ્રકાર ના ખોરાક, તેમજ અમુક રોગોમાં થતી આડઅસર વિષે માહિતી આપી હતી.
અરીહંત ફાર્મસી કોલેજ ના પ્રિન્સીપાલ તેમજ રીફ્રેશર કોર્સ ના ડીરેક્ટર ડૉ. ડી. એમ. પટેલે નોવેલ ડ્રગ ડિલીવરી સિસ્ટમ લેકચર અંતર્ગત નવી ટેકનોલોજી પ્રમાણેની બનેલી દવાઓ તેમજ તેમની કાર્યપદ્ધતિ વિષે ની સમજ આપી હતી તથા આ માહિતી પેશન્ટ સુધી કેવી રીતે ફાર્માસિસ્ટ દ્વારા પહોચાડી શકાય તેની માહિતી આપી હતી. ડૉ. પ્રજ્ઞેશ પટણીએ પોતાના લેકચર માં ડાયાબીટીસ રોગ પર ફાર્માસિસ્ટ ને સમજ આપી હતી તથા, આવા કાયમી રોગ ને યોગ્ય રીતે નિયંત્રિત કરવા નવી ગાઈડલાઈન્સ નો ઉલ્લેખ કરેલ હતો જેમાં, એમણે જણાવ્યું હતું કે ડાયાબીટીસ મલાઈટસમાં જેટલા પેશન્ટના મુત્યુ લોહીમાં વધુ ગ્લુકોઝના કારણે થાય છે એનાથી વધુ લોહીમાં ઓછા ગ્લુકોઝના કારણે થાય છે, જે માટે ડોક્ટર તેમજ ફાર્માસિસ્ટ દ્વારા દવાઓ નું મળતું અપૂરતું માર્ગદર્શન અમુક અંશે જવાબદાર હોઈ શકે છે. એમ્ક્યોર ફાર્માસ્યુટીક્લસ ના સાયન્ટીસ્ટ કેતન સાવજનીએ નવા અમલ માં આવેલ પેટેન્ટ એક્ટ પર ફાર્માસિસ્ટ ને કઈ રીતે અસર કરે છે એ વિષય પર લેકચર આપ્યો હતો. બધાજ લેકચરમાં બધાજ પાર્ટીસીપન્ટ એ રસપૂર્વક ભાગ લીધો હતો, તથા બધા લેકચરના અંતે એમનો ટેસ્ટ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમના સમાપન સમારોહના મુખ્ય અતિથિ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીના ડીન ડૉ. બી. એન. સુહાગીયા, તેમજ અતિથી વિશેષ સ્થાને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટ્રાર શ્રી ગીલબર્ટ મેકવાન ને આમંત્રિત કરવામાં આવેલ હતા. ડૉ. બી. એન. સુહાગીયાના જણાવ્યા પ્રમાણે આ રીફ્રેશર કોર્સ ફાર્માસિસ્ટ ને નવી બદલાતી જતી ટેકનોલોજીથી માહિતગાર રાખે છે, તેમજ તેમના જ્ઞાન માં દવાઓના વિષયમાં વધારો થતો રહે છે. સમયાંતરે અમુક દવાઓ પર પ્રતિબંધ લાગે છે, તેમજ અમુક નવી દવાઓ બજારમાં મુકાય છે, આ વિષે ફાર્માસિસ્ટ માહિતગાર હોવાજ જોઈએ એમ એમણે ભારપૂર્વક ઉલ્લેખ કરેલ હતો. આ કાર્યક્રમ ના અંતે બધાજ પાર્ટીસીપન્ટને રીફ્રેશર કોર્સના સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવેલ હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રિન્સીપાલ ઇન્ચાર્જ તેમજ કોર્સ ડીરેક્ટર ડૉ. ડી. એમ. પટેલ, કોર્ડીનેટર ડૉ. પ્રજ્ઞેશ પટણી તેમજ કો-કોર્ડીનેટર ડૉ. ડી.એ.પટેલે કર્યું હતું.
Comments